આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

બુટલેગરોનો પાવર MLA કરતા વધારે, કલેક્ટર-SP ને રજુઆત કરી પણ કોઇ કાર્યવાહી નહી

અમદાવાદ : ગુજરાતમાં કથિત દારૂબંધીની પોલ ત્યારે ખુલી ગઇ જ્યારે એક નાનકડા ગામમાં દારૂ પીવાના કારણે એક પછી એક તબક્કાવાર કેસ સામે આવતા ગયા અને અત્યાર સુધીમાં કુલ 38 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે આ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. રોજિદ ગામના સરપંચે દાવો કર્યો કે તેઓ પોલીસને વારંવાર રજુઆત કરી છતા પોલીસ માનતી નહોતી. તો હવે સ્થાનિક MLA રાજેશ ગોહિલે આક્ષેપ કર્યા કે તેઓ કલેક્ટર અને SP સુધી આ દારૂ અંગે રજુઆત કરી ચુક્યાં હોવા છતા કોઇ પગલા લેવાયા નહોતા.

રાજેશ ગોહિલે GUJARAT TAK સાથે વાત કરતા જણાવ્યું કે, સંકલન સમિતીની યોજાતી નિયમીત બેઠકમાં તેઓ 6થી 8 વાર આ મુદ્દો ઉઠાવી ચુક્યાં હતા. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનનાં પીએસઆઇને પણ અનેકવાર રજુઆતો કરી હતી. જો કે પોલીસ જાણે કાંઇ કરવા જ ન માંગતી હોય અને છાવરતી હોય તે પ્રકારે કોઇ જ કાર્યવાહી કરતી નહોતી.

ધારાસભ્યની રજુઆત જ સાંભળવામાં ન આવતી હોય તો પછી એક સરપંચ રજુઆત કરવા જાય ત્યાં કોઇ સાંભળવાનું. આ વિસ્તાર દારૂનો હબ બની ગયો હતો. અહીં ખુલ્લેઆમ રિક્ષાઓમાં દારૂની હેરાફેરી થતી હતી પરંતુ કોઇ અટકાવતું નહોતું. કલેક્ટર અને એસપી સુધી રજુઆતો કરાઇ હોવા છતા પણ કોઇ કાર્યવાહી થઇ નહોતી. આખરે આ હૃદયદ્રાવક ઘટના બની છે.

Leave feedback about this

  • Rating