બિઝનેસ

મૃત્યુ પછી ‘ભૂત’ કરશે ડેથ સર્ટિફિકેટ અપ્લાય? જાણો આનંદ મહિન્દ્રાને કેમ આવો સવાલ થયો

બિઝનેસમેન આનંદ મહિંદ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતા હોય છે. તેમની રસપ્રદ ટ્વીટ સોશિયલ મીડિયા યૂઝર્સ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનીને રહે છે. અત્યારે આનંદ મહિન્દ્રાએ મૃત્યુ પછી ડેથ સર્ટિફિકેટ કેવી રીતે અપ્યાય કરી શકાય! એ મુદ્દે પોસ્ટ કરી છે. આનંદ મહિન્દ્રાએ ભૂત અંગે સવાલ કરતા સોશિયલ મીડિયામાં ચર્ચાએ વેગ પકડ્યું હતું.

જાતે જ એપ્લાય કરી મેળવો ડેથ સર્ટિફિકેટ
આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં જોવા જઈએ તો તેઓ ડેથ સર્ટિફિકેટ કેવી રીતે ઈશ્યુ કરવું એનું ફોર્મ ભરી રહ્યા હતા. જેમાં વિકલ્પો આપ્યા હતા કે આ ડેથ સર્ટિફિકેટ કોના માટે લેવા માગો છો. તમે પોતે પોતાનું સર્ટિફિકેટ લેવા માગો છો કે પછી તમારે અન્ય વ્યક્તિનું સર્ટિફિકેટ જોઈએ છે. હવે આ પોસ્ટ શેર કરી આનંદ મહિન્દ્રાએ કટાક્ષ કરતા રમૂજી અંદાજમાં કહ્યું કે માણસ પોતે મરી જાય પછી કેવી રીતે ડેથ સર્ટિફિકેટ એપ્લાય કરી શકે. એના માટે તો ભૂત ભરે તો થાય… બસ આ ચર્ચાને અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વેગ મળ્યો છે.

યૂઝર્સે રસપ્રદ પ્રતિક્રિયા આપી
સોશિયલ મીડિયામાં આનંદ મહિંદ્રાએ જેવી પોસ્ટ શેર કરી એના પછી યૂઝર્સ રસપ્રદ રમૂજી જવાબ આપવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું કે બીજો જન્મ જેને લેવો હોય એના માટે પહેલા જન્મનું ડેથસર્ટિફિકેટ જમા કરાવવું આવશ્યક રહેશે. ત્યારે બીજા યૂઝરે લખ્યું કે આપણી એકની જ સંસ્કૃતિ એવી નથી જે ભૂતોમાં વિશ્વાસ રાખતી હોય.

Leave feedback about this

  • Rating