ટોપ ન્યૂઝ

રાજસ્થાનમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ, અડધા KM સુધી કાટમાળ વિખેરાયો

રાજસ્થાનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, અહીં બાડમેરમાં એક મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું છે. એરફોર્સના મિગ-21માં 2 પાયલોટ હતા પરંતુ હજુ સુધી એમના વિશે માહિતી મળી શકી નથી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે મિગ-21નો કાટમાળ અડધા કિલોમીટર સુધી વિખેરાઈ ગયો હતો. આ ક્રેશ બાડમેરના ભીમડા ગામમાં થયો હતો.

જિલ્લા કલેક્ટર સહિત વાયુસેનાનાં અધિકારી દોડી આવ્યા
રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ મિગ-21 ક્રેશ થયું હતું. એટલું જ નહીં તેના જમીન સાથે સંપર્ક થતાની સાથે જ એરક્રાફ્ટમાં આગ લાગી ગઈ હતી. હજુ સુધી આ એરક્રાફ્ટ કેમ ક્રેશ થયું એની માહિતી મળી શકી નથી. આ દુર્ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર, એસપી સહિત, વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

રાજનાથ સિંહે એર ચીફ માર્શલનો સંપર્ક સાધ્યો
ક્રેશ થતા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુ સેનાનાં પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વિવેક રામ ચૌધરીએ રાજનાથ સિંહને ઘટનાને વિસ્તાર પૂર્વક રાજનાથ સિંહને વર્ણવી હતી.

મિગ-21 ક્રેશના વીડિયો સામે આવ્યા
એરક્રાફ્ટ ક્રેશના વીડિયો અને તસવીરો અત્યારે સામે આવી રહી છે. જેમાં ઘટનાસ્થળ પર વિમાનના કાટમાળ કરતા વધારે આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં અડધા કિલોમીટર સુધી કાટમાય પથરાયો હતો. જેને જોતા સ્થાનિકો પણ અહીં એકઠા થઈ ગયા હતા.

Leave feedback about this

  • Rating