અમરનાથમાં પવિત્ર ગુફાની આસપાસ પહાડોમાં મંગળવારે ફરીથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. અહીં બપોરે 3 વાગ્યે અમરનાથ ગુફાની પાસે રહેલા તળાવ અને ઝરણામાં પૂર આવ્યું હતું. તેવામાં ચાર હજાર શ્રદ્ધાળુઓને તાત્કાલિક આ ગૂફાથી બહાર કાઢી પંચતરણી પાસે ખસેડાયા હતા.

ભગવતી નગર બેઝ કેમ્પથી મંગળવારે 2100 શ્રદ્ધાળુઓ જત્થા પવિત્ર ગુફા જવા રવાના થયા હતા. આની સાથે સી.આર.પી.એફની સુરક્ષામાં 72 ગાડીઓનો કાફલો ત્યાં રવાના થયો હતો. જેમાં 23 ગાડીઓમાં 815 શ્રદ્ધાળુઓ બાળટાળ માટે અને 49 ગાડીઓમાં 1 હજાર 374 શ્રદ્ધાળુ પહેલગામ માટે નીકળી ગયા હતા.

8 જુલાઈએ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું, જેમાં 15 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સત્તાવાર માહિતી મળ્યા પછી 29 જૂનથી અત્યારસુધી 1 લાખ 37 હજાર 774 શ્રદ્ધાળુઓ ભગવતી નગર બેઝ કેમ્પથી પવિત્ર ગુફાના દર્શન કરવા પહોંચ્યા હતા. ગુફાના એકથી બે કિલોમીટર વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું.