આપણુ ગુજરાત રાજનીતિ

નવો વળાંક: આમ આદમી પાર્ટીના કહેવાથી અર્જુનસિંહ પર લગાવ્યા આરોપ

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. મહિલાના પતિ અને પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરી એ એક અરજી કરી હતી તેમા જણાવ્યું કે ભાજપ જિલ્લા પ્રમુખ હતા, ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે. મારી પત્ની 2 મહિના અગાઉ ઘર છોડી પુના બાજુના કોઈ ગામમાં જતી રહી હોવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું.

આ મામલે ફરિયાદીની પત્નીએ તમામ આરોપો ફગાવ્યાં છે અને કહ્યું છે કે મારા પતિ માનસિક રીતે અસ્વસ્થ છે અને હાલમાં તેમની દવા ચાલુ છે , તથા તેની પર હંમેશા વહેમ રાખતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ અનેક વળાંકો આ ઘટનાને લઈને સામે આવ્યા છે.

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ થયેલ અરજીમાં પોલીસે અરજદારના પત્નીનું નિવેદન લીધું છે. પોલીસે મહિલાને પુનાથી નડિયાદ બોલાવી અને ત્યારબાદ તે મહિલાનું નિવેદન લેવામાં આવ્યું. જેમાં મહિલાએ જણાવ્યું કે પતિની સાઇક્રેટીસ પાસે સારવાર ચાલી રહી છે, તથા તેની પર હંમેશા વહેમ રાખતો હોવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પત્ની પર અરજદાર પતિએ હુમલો કર્યો હતો ત્યારે સખી હેલ્પ સેન્ટરમાં મહિલાએ સહાય લીધી હતી. જેની રિસ રાખીને તે આ કરી રહ્યો હોવાનું પણ મહિલાએ નિવેદન આપ્યું છે.

આ અંગે વધુમાં પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લેવાની લાલચમાં આ અરજી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના અન્ય હોદ્દેદારોએ અરજી કરનારને ટિકિટ આપવા માટે લલચાવ્યા હતા, જેને લઈને આ અરજી કરવામાં આવી હોવાનું ખેડા જિલ્લા ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે બુધવારે ખેડા એસપી કચેરીએ અરજદારે કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર પોતાની પત્ની પર દુષ્કર્મ આચરવા નો આક્ષેપ સાથે અરજી કરાઈ હતી ત્યારબાદ પોલીસે તપાસ કરતા સમગ્ર મામલાની હકીકત બહાર આવી છે.

હું પવિત્ર છું અને અર્જુન સિંહ પણ
મારા પતિ એ મારા અને અર્જુન સિંહ પર ખોટ આક્ષેપ કર્યા છે. એ પણ પવિત્ર છે અને હું પણ પણ પવિત્ર છું. મારા પતિને પહેલા થી જ એવી ટેવ હતી કે તે મારા શું દરેક સ્ત્રી પર શંકા કરે છે. દરેક સ્ત્રી ખરાબ છે અને તેમના આ સ્વભાવના લીધે મારે અને તેમના વચ્ચે જગડા ચાલી રહ્યા હતા અને આ કારણે જ હું તેમણે મૂકીને જતી રહી હતી. અર્જુનસિંહનો કોઈ જ વાંક નથી .

Leave feedback about this

  • Rating