રાજનીતિ

ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ યથાવત? જાણો શું કરી જાહેરાત

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી છેલ્લા થોડા સમયથી તેમની ધર્મપત્ની રેશમા પટેલને લઈ સતત વિવાદમાં રહ્યા છે અને આવનાર સમયમાં તે ત્રીજા લગ્ન કરશે તેમ જણાવી થોડા સમય માટે રાજકીય રીતે સક્રિય નહીં થાય તેમ જણાવ્યું હતું. આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકારણ અંગે જાહેરાત કરવામાં આવી છે.

બોરસદમાં માધવસિંહ સોલંકીના જન્મ જયંતીના કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ભરતસિંહ સોલંકીએ આડકતરી રીતે રાજકીય નિવૃતિની જાહેરાત કરી છે.અને સામાજિક રીતે તે એક્ટિવ રહેશે તેમ જણાવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓની ઉપસ્થિતિ હતી.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી છેલ્લા થોડા સમયથી સતત વિવાદમાં છે ત્યારે થોડા સમય પહેલા ભરતસિંહ સોલંકી એ રાજકારણથી દૂર રહેવાની વાત કરી હતી. આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિતે તેમણે સામાજિક રીતે સક્રિય રહેવાની વાત કરી છે.  આ સાથે જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રસ છેલ્લા 23 વર્ષથી સત્તાથી દૂર છે ત્યારે ભરતસિંહ સોલંકી જો રાજકીય રીતે નહિ પરંતુ રાજકીય રીતે એક્ટિવ રહે તો પણ કોંગ્રસને ફાયદો થશે. એમ પણ કહી શકાય કે કોંગ્રેસમાં નથી છતાં કોંગ્રેસમાં છે. . એક તરત ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે અને ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાં નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. મહામહીમની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. હવે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની ચિંતા વધી રહી છે. બીજી તરફ ભરતસિંહ સોલંકી જો રાજકીય રીતે સક્રિય નહી રહે તો તેની અસર ચૂંટણીમાં જોવા મળશે.

ગુજરાતમાં ઠાકોર સમાજનું વર્ચસ્વ વધુ છે ત્યારે ભરતસિંહ સોલંકીએ આજે આડકતરી રીતે શક્તિ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવે ભરતસિંહ સોલંકી સમાજને લઈને વધુ સક્રિય જોવા મળશે તે નક્કી છે.

 

Leave feedback about this

  • Rating