આપણુ ગુજરાત

ગુજરાતમાં ક્યારે અટકશે લઠ્ઠાકાંડ? રાજકોટ, સુરત બાદ હવે લુણાવાડામાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી

બોટાદ જિલ્લાના બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 30 જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે 51થી વધુ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. જેને જોતા મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ત્યારે ફરી ગુજરાતમાં ફરી આ પ્રકારની કોઈ મોટી ઘટનાઓ રાહ જોઈ રહી હોય તેમ સુરત, રાજકોટ તથા મહિસાગર જિલ્લાના લુણાવાડમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે.

એક તરફ સમગ્ર ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના હાહાકાર મચાવી રહી છે ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડાના ચનસર ગામે દારૂની ભઠ્ઠી ઓ મળી આવી છે. ચનસર ગામમાં સાતથી આઠ જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. જોકે આ પહેલીવાર નથી અગાઉ પણ મહિસાગર જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે સવાલ એ થાય છે કે આવી જીવલેણ ઘટનાઓ થવા છતાં દારૂની હાટડીઓ પર અંકુશ શા માટે નથી આવી રહ્યો અને કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે દેશી દારુનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.

સુરતની જીવા દોરી સમાન એવી સુર્યે પુત્રી તાપી નદીના કિનારે દેશી દારૂ ભઠ્ઠી જોવા મળી છે. બીજી તરફ રાજકોટમાં પણ દેશી દારૂની ભઠ્ઠીના વીડિયો સામે આવ્યા હતા. જેમાં DCP ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ દારૂનું વેચાણ કરતા શખસો સામે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે કુબેલિયા વિસ્તારમાં અત્યારસુધી 2 દેશી દારૂના કેસ દાખલ કરવામાં આવ્યા છે. વળી આ એક સ્લમ એરિયા હોવાના કારણે હવે અહીંથી દારૂની બનાવટ અને વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવવી મુશ્કેલ સાબિત થઈ રહી છે. વળી અહીં ગેરકાયદેસર બાંધકામો પણ ઘણા છે આને દૂર કરવા માટે અમે મનપાને રિપોર્ટ કરીશું.

Leave feedback about this

  • Rating