ટોપ ન્યૂઝ

ટાઈગરને દિશા સાથે બ્રેકઅપ થતાં કોઈ ફેર જ નથી પડ્યો!, મિત્રએ એક્ટરની પ્રતિક્રિયા વર્ણવી

મુંબઈઃ બોલિવૂડમાં પેચઅપ અને બ્રેકઅપના સમાચાર અવાર-નવાર સામે આવતા જ રહે છે. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય જોડી અત્યારે તૂટી ગઈ છે. 6 વર્ષથી ટાઈગર શ્રોફ અને દિશા પટનીએ એકબીજાને ડેટ કર્યા પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર સામે આવતા ફેન્સ પણ ચોંકી ગયા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે ટાઈગર અને દિશા વચ્ચેના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી તિરાડ પડવા લાગી હતી.

ટાઈગરને બ્રેકઅપથી કઈ વધુ ફેર પડ્યો નથી- મિત્ર
હિંદુસ્તાન ટાઈમ્સ સાથે ટાઈગર શ્રોફના એક મિત્રે વાતચીત કરી હતી જેમાં જણાવ્યું હતું કે અત્યારે દિશા અને ટાઈગર એકબીજાને હવે ડેટ કરી રહ્યા નથી. બંને સ્ટાર્સે અલગ રહેવાનો અને સિંગલ લાઈફ જીવવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં મિત્રએ કહ્યું કે ટાઈગરને બ્રેકઅપથી કંઈ વધારે ફેર પડ્યો નથી, તે અત્યારે પોતાની કારકિર્દીને લઈને વધુ મહેનત કરી રહ્યો છે. અત્યારે ટાઈગર લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

બંને સ્ટાર્સના ફ્યુચર પ્રોજેક્ટ
દિશા પટની અને ટાઈગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. વળી ટાઈગર શ્રોફ ‘ગણપત’ અને ‘બાગી-4’થી બિગ સ્ક્રિન પર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ભલે હવે દિશા અને ટાઈગર કપલ નથી રહ્યા પરંતુ બંને સારા મિત્રો હંમેશા રહેશે. હવે જોવાનું એ રહ્યું છે કે દિશા અને ટાઈગર પોતાના બ્રેકઅપ અંગે શું નિવેદન આપશે.

Leave feedback about this

  • Rating