ટોપ ન્યૂઝ

હવે 17 વર્ષની ઉંમરમાં પણ VOTER ID કાર્ડ માટે અરજી કરી શકાશે, ચૂંટણી પંચની મોટી જાહેરાત

દેશના યુવા મતદારો માટે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ હવે વોટર કાર્ડ બનાવવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી નથી, 17 વર્ષની ઉંમરમાં પણ વોટર આઈડી માટે અરજી કરી શકાશે.

18 વર્ષની ઉંમર હોવી જરૂરી નથી
ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે જે લોકોની ઉંમર 1 જાન્યુઆરી 2013માં 18 વર્ષ પૂરી થઈ રહી છે, તે પણ વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકે છે. હવે એ જરૂરી નથી કે યુવા જ્યારે 18 વર્ષનો હોય ત્યારે જ અરજી કરી શકે. મુખ્ય ચૂંટણી કમીશનર રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર દ્વારા તમામ રાજ્યના મુખ્ય અધિકારીઓને નવા નિયમ અંગે માહિતી અપાઈ ચૂકી છે.

એક વર્ષમાં 3 વાર અરજી કરી શકાશે
ચૂંટણી પંચે નવી જાહેરાત કરી એમાં કહ્યું છે કે નાગરિક હવે એડવાન્સમાં પોતાનું નામ વોટર લિસ્ટમાં ઉમેરવા માટે અરજી ફાઈલ કરી શકે છે. આની સાથે જ વોટર આઈડી માટે યુવા એક વર્ષમાં ત્રણ વાર અરજી કરી શકશે. અરજદાર 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરે વોટર આઈડી માટે અરજી કરી શકે છે. આ અંગે દરેક રાજ્યોને માહિતી આપી દેવામાં આવી છે.

Leave feedback about this

  • Rating