આપણુ ગુજરાત

‘પાણીદાર’ ગુજરાત: 55 ડેમ હાઇએલર્ટ પર, સરદાર સરોવર પણ 130 મીટરની સપાટીએ

અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા પહેલાથી જ મહેરબાન થઇ ચુક્યાં છે. ચોમાસાની શરૂઆતે જ રેકોર્ડબ્રેક વરસાદ પડી રહ્યો છે. સિઝન પૂર્ણ થવાને લાંબો સમય બાકી છે ત્યાં જ સરેરાશ અનેક વિસ્તારોમાં 50 ટકાથી વધારે વરસાદ પડી ચુક્યો છે. જ્યારે રાજ્યમાં કુલ સરેરાશ વરસાદનો 70 ટકા વરસાદ પડી ચુક્યો છે. ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાતી 130.86 ટકાએ પહોંચી ચુક્યો છે. મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઇ ચુક્યાં છે અથવા તો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 206 કુલ ડેમ પૈકીનાં 34 ડેમ ઓવર ફ્લો થઇ ચુક્યાં છે. જો કે ઉત્તર ગુજરાતમાં ડેમોની સ્થિતિ હજી પણ જોઇએ તેવી સંતોષજનક નથી. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 13 ડેમ ઓવરફ્લો થઇ ચુક્યાં છે. કચ્છ બીજા નંબરે 13 ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણમાં ડેમ પ્રમાણમાં ઓછા છે તેમ છતા 7 ડેમ ઓવરફ્લો થયા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં ડેમની સ્થિતિ હજી પ્રમાણમાં ઓછી છે. ઉત્તર ગુજરાતના ડેમ હજી બેઝીક સપાટી પર જ છે. સમગ્ર રાજ્યના તમામ ડેમની સરેરાશ કરીએ તો 64.83 ટકા પાણી સંગ્રહીત થયું છે.

ગુજરાતના હાલ કુલ 55 ડેમ હાઇએલર્ટ પર છે. 78 પૈકી 55 ડેમ હાઇએલર્ટ પર છે. જ્યાં 90 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે, 6 ડેમ એલર્ટ પર છે અને 80 થી 90 ટકા પાણીનો જથ્થો છે. વોર્નિંગ લેવલ પર હોય તેવા ડેમમાં 70 થી 80 ટકા જળ હોય. આ પ્રકારે દક્ષિણ ગુજરાત જળસ્તર બાબતે સૌથી ઉપર છે. અહીંના ડેમમાં સરેરાશ પાણીની સ્થિતિ 72.28 ટકા છે.

સરદાર સરોવર ડેમની સપાટી પણ 130.86 મીટરે પહોંચી ચુકી છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં મિનિટે મિનિટે વધારે થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ જળ સ્તરમાં ખુબ જ વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુસાર હવે મેઘરાજા ખમૈયા કરશે. આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતાઓ નહીવત્ત છે.

Leave feedback about this

  • Rating