બિઝનેસ

મારુતિ સુઝુકીએ પ્રથમ ક્વાર્ટરમાં 1036 કરોડનો ચોખ્ખો નફો કર્યો, આવકમાં પણ જોરદાર ઉછાળો

દેશની સૌથી મોટી કાર મેકર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ નફામાં વર્ષના આધારે 130 ટકાનો વધારો પ્રાપ્ત કર્યો છે.

30 જૂને ખતમ થયેલા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો ચોખ્ખો નફો 1012.8 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે પાછલા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીએ 440.8 કરોડ રૂપિયા નફો કર્યો હતો. હકીકતમાં 30 જૂન 2022એ ખતમ થયેલા ક્વાર્ટરમાં કંપનીએ વાર્ષિક આધારે નફામાં આ વધારો હાંસેલ કર્યો છે.

મારુતિ સુઝુકીની આવકમાં ઉછાળો
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીની આવક 26,500 કરોડ રૂપિયા રહી. જ્યારે પાછલા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક 17,770 કરોડ રૂપિયા હતી. વાર્ષિક આધારે આ આવકમાં 49.1 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ જૂન સુધીના ત્રિમાસિક ગાળા દરમિયાન 4,67,931 વાહનોનું વેચાણ કર્યું. એક વર્ષ પહેલા આટલા જ સમયગાળામાં કંપનીએ 3,53,614 વાહન વેચ્યા હતા.

Leave feedback about this

  • Rating