ટોપ ન્યૂઝ રાજનીતિ

પ.બંગાળમાં પણ આવી રહી છે ભાજપ સરકાર? દિગ્ગજ નેતાએ કહ્યું ધારાસભ્યો મારા સંપર્કમાં…

મિથુન ચક્રવર્તીએ અત્યારે TMCના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમની આ ટિપ્પણી પછી અત્યારે બંગાળના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આની સાથે એવા સંકેત પણ મળ્યા છે કે પશ્ચિમ બંગાળમાં મહારાષ્ટ્ર જેવું રાજકીય પરિવર્તન થઈ શકે છે. મિથનુ ચક્રવર્તીએ આની સાથે દાવો કર્યો છે કે મમતા બેનર્જીની TMCના 21 જેટલા ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને આ તમામ અત્યારે ભાજપની સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે.

મિથુન ચક્રવર્તીએ ભાજપ અંગે નિવેદન આપ્યું…
ભાજપને એન્ટી મુસ્લિમ જાહેર કરી દેવું એ એક ષડયંત્ર સમાન જ છે. જ્યારે અત્યારસુધી આવું કંઈ છે જ નહીં. ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તી ગત વર્ષે જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. હવે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા છે. બીજેપીની એન્ટી મુસ્લિમ છબિ પર જ્યારે સવાલ આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અહીં BJP પર આક્ષેપ લાગી રહ્યા છે કે પાર્ટી રમખાણો કરાવે છે. પરંતુ હું સ્પષ્ટપણે આને એક ષડયંત્રનો ભાગ જ જણાવું છે. ભાજપ આવું ક્યારેય કરે નહીં.

ત્રણેય સુપરહિટ એક્ટર પણ મુસ્લિમ છે- મિથુન
બોલિવૂડના 3 સુપરહિટ એક્ટર સલમાન, શાહરુખ અને આમિર પણ મુસ્લિમ છે. તેવામાં જો ભાજપ મુસ્લિમ વિરોધી હોય તો આવું કેવી રીતે શક્ય જ થઈ શકે. ભાજપની અત્યારે 18 રાજ્યમાં સરકાર છે અને અહીં આ ત્રણેય સુપરસ્ટારની ફિલ્મો વધારે કલેક્શન કરે છે. મારી કારકિર્દીમાં અત્યારસુધી હિંદુ-મુસ્લિમ ફેન્સે ઘણો સપોર્ટ આપ્યો છે, એમના કારણે જ હું આટલો સફળ થયો છું.

બંગાળમાં EDની કાર્યવાહી પર મિથુને ચુપ્પી તોડી
અત્યારે બંગાળમાં EDની કાર્યવાહી થઈ રહી છે એના પર વાત કરતા મિથુને કહ્યું કે જો કોઈ પણ પ્રકારના પુરાવા નથી તો ડરવાની જરૂર જ નથી. પાર્થ ચેટર્જીને કાઢવા કે રાખવા એનો નિર્ણય તો TMCએ નક્કી કરવાનું છે, હું કેમ આમના નિર્ણયો વચ્ચે હસ્તક્ષેપ કરું. આની સાથે આજતક સાથેની વાતચીતમાં મિથુન ચક્રવર્તીએ કહ્યું હવે હું રાજકીય કારકિર્દીમાં વધારે સક્રિય છું અને ભાજપ સાથે કામ કરી રહ્યો છું. હવે હું રાજ્યસભા નહીં જઉ અને બંગાળમાં જ સેવા આપતો રહીશ.

Leave feedback about this

  • Rating