ટોપ ન્યૂઝ રાજનીતિ

મની લોન્ડરિંગ કેસ મુદ્દે સોનિયા ગાંધી સાથે EDની 6 કલાક પૂછપરછ ચાલી, કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

મંગળવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે EDએ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન મની લોન્ડરિંગ કેસ અંગે પણ સોનિયા ગાંધી સાથે સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ માર્ગ પર ધરણા કરવા બેસી ગયા હતા. તમને જણાવી દઈએ કે હજુ સુધી સોનિયા ગાંધીની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી, EDએ બુધવારે પણ તેમને હાજર રહેવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસના નેતાએ સરકાર સત્તાના દુરુપયોગના આક્ષેપો લગાવ્યા
સોનિયા ગાંધીની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ માર્ગ પર ધરણા કરવા બેસી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે આરોપ લગાવ્યો છે કે તેઓ સરકારી સંસ્થા અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. મંગળવારે પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી સહિત ઘણા કોંગ્રેસના નેતાઓની પોલીસે ધરપકડ પણ કરી હતી.

EDની કાર્યવાહી હજુ પૂર્ણ થઈ નથી
નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગ મુદ્દે સોનિયા ગાંધી સાથે EDએ અગાઉ 21 જુલાઈના દિવસે પૂછપરછ કરી હતી. આ દરમિાયન લગભગ દોઢ કલાક સુધી સોનિયા ગાંધી EDના સવાલોના જવાબ આપતા રહ્યા હતા. સોનિયા ગાંધીને જૂનના પહેલા સપ્તાહે જ પૂછપરછ માટેની નોટિસ મળી હતી.

Leave feedback about this

  • Rating