બિઝનેસ

કંગાળ પાકિસ્તાનને સરકારી કંપનીઓ વેચવાનો વારો આવ્યો, બીજા દેશો સાથે ડીલ કરી

પાડોશી દેશ પાકિસ્તાન અત્યારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અત્યારે આ દેશ એટલો કંગાળ થઈ ગયો છે કે તેમની પાસે વિદેશી નાણાનો ભંડાર પર ખૂટવા લાગ્યો છે વળી મોંઘવારી એની ચરમસીમાએ પહોંચી ગઈ છે. ત્યાં ડીઝલ-પેટ્રોલનાં ભાવમાં જંગી વધારો થઈ ગયો છે અને પાકિસ્તાન સામે આઈએમએફથી રૂપિયા મેળવવા માટે 4 બિલિયન ડોલરનો ટાર્ગેટ પાર પાડવાનો રહેશે. હવે પાકિસ્તાન આ ગાબડું પૂરવા માટે સરકારી કંપનીના શેર વેચવા પણ તૈયાર થઈ ગયું છે.

IMF ડીલ માટે આ પગલું આવશ્યક
ન્યૂઝ એજન્સી PTIના એક રિપોર્ટમાં સ્થાનિક અખબાર ડૉનના એક રિપોર્ટની જાણકારી આપી છે. પાકિસ્તાના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે સરકારી કંપનીને કોર્પોરેટ ગવર્નેંસ પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. તેણે કહ્યું કે આઈ.એમ.એફ દ્વારા આ ફાઈનાન્શિયલ યર માટે 4 બિલિયન ડોલરના ફાઈનાન્સ ગેપની ભરપાઈ કરવા કહેવાયું છે. જેના માટે હવે સરકાર મિત્ર દેશોને લિસ્ટેડ કંપનીઓના શેર વેચવા માટે તૈયારી કરશે. આ શેર એવી શરતે વેચવામાં આવશે કે પાકિસ્તાન ફરીથી આને ખરીદી શકે.

મંતિમંડળે સંશોધનને મંજૂરી આપી
મંત્રીએ કહ્યું કે આયાત પર જે પ્રતિબંધ લાદવામાં આવ્યા છે એને આગામી સપ્તાહે દૂર કરી દેવાશે. આઈ.એમ.એફની સાથે સ્ટાફ લેવર પર એગ્રિમેન્ટમાં જે વાતો પર સંમતિ મળી હતી તેના દરેક પગલાં પહેલાં લેવાઈ ચૂક્યા છે. પાકિસ્તાન મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈન્ટર ગવર્નમેન્ટ કોમર્શિયલ ટ્રાન્સેક્શન એક્ટ 2022 અંતર્ગત બુધવારે જ મંત્રિમંડળે આની મંજૂરી આપી દીધી છે.

Leave feedback about this

  • Rating