ટોપ ન્યૂઝ લેટેસ્ટ સ્ટોરીઝ

દુર્ઘટના ટળી: આસામમાં પ્લેનના ટાયર કાદવમાં ફસાયા, ઈન્ડિગોની ફ્લાઈટ રદ

આજકાલ પ્લેનના ઇમરજન્સી લેન્ડિંગ, ટેક્નિકલ ખામી વગેરેના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. વિમાનની મુસાફરી દુનિયાની સૌથી સુરક્ષિત હોવાનું કહેવામાં આવે છે. વિમાન ઉડાન ભરે તે પહેલા તેની પૂરી રીતે ચકાસણી કરવામાં આવે છે કે કોઇ ખામી તો નથી. કારણ કે એક સામાન્ય ભૂલ મોટી દુર્ઘટનાને નિમંત્રણ પાઠવી શકે છે. આજે ઈન્ડિગોનું એક વિમાન કે જે રનવે પર અટકી ગયું હોવાનું સામે આવી રહ્યું છે.

ઈન્ડિગોનું પ્લેન આજ એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું છે. જોરહાટના રૌરિયા એરપોર્ટથી કોલકાતા માટે રવાના થયેલું ઈન્ડિગોનું પ્લેન રનવે પર થોડાક મીટર આગળ જઈને રનવે પરથી ઉતરી ગયું હતું. ત્યારબાદ તેનું ટાયર કિચ્ચડમાં ફસાઈ ગયું હતું. જોરહાટના રૌરિયા એરપોર્ટનો મામલો છે જ્યાં ઈન્ડિગોનું 6E-757 એરક્રાફ્ટ તેના શેડ્યૂલ મુજબ રનવે પર ટેકઓફ કરવા આવ્યું હતું, પરંતુ પ્લેન રનવે પરથી અમુક અંતરે જ ઉતરી ગયું હતું, જ્યારે જોવામાં આવ્યું તો ખબર પડી કે પ્લેનના ટાયર કાદવમાં ફસાઈ ગયા હતા. જેના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાથી ફ્લાઈટમાં હાજર મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.

આ પ્લેનમાં 98 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બાદ આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીના જણાવ્યા અનુસાર, તે ઈન્ડિગોનું 6E757 એરક્રાફ્ટ હતું. જોકે શરૂઆતમાં અધિકારીએ તેને ટેકનિકલ ખામી ગણાવી હતી અને કહ્યું હતું કે ફ્લાઇટ કેટલાંક કલાકો સુધી ફસાયેલી રહી હતી. ત્યાર બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

 

 

Leave feedback about this

  • Rating