ટોપ ન્યૂઝ રાજનીતિ

8 વર્ષની બાળકીએ PM મોદીના સવાલનો એવો જવાબ આપ્યો કે બધા ખડખડાટ હસવા લગ્યા

વડાપ્રધાન મોદીને નાના બાળકો ઘણા પ્રિય છે. નરેન્દ્ર મોદીને ઘણીવાર બાળકો સાથે વાતચીત કરતા અને પ્રેમથી સમજાવતા આપણે જોતા જ આવ્યા છીએ. આવું જ કઈક બુધવારે સંસદમાં જોવા મળ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વર્ષની બાળકી સાથે હસતા અને રમત-ગમત સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. PM મોદીએ સંસદમાં ભાજપના સાંસદ અનિલ ફિરોઝિયાની દીકરી સાથે મુલાકાત કરી હતી. ત્યારે બાળકીના એક સવાલના જવાબને સાંભળતાની સાથે જ વડાપ્રધાન મોદી ખડખડાટ હસવા લાગ્યા હતા.

PM મોદીએ આહનાને ચોકલેટ આપી
મધ્યપ્રદેશથી ભાજપના સાંસદ અનિલ ફિરોઝિયા પોતાના પરિવાર સાથે વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન અનિલભાઈની 8 વર્ષીય દીકરી આહના પણ તેમની સાથે આવી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આહનાને પૂછ્યું કે હું કોણ છું? આ અંગે બાળકીએ જવાબ આપતા કહ્યું કે તમે લોકસભા ટીવીમાં કામ કરો છો. આ સાંભળી વડાપ્રધાન મોદી સહિત ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા. ત્યારપછી PM મોદીએ આહનાને ચોકલેટ આપી હતી.

અનિલ ફિરોઝિયાએ તસવીરો શેર કરી…
ભાજપના સાંસદ અનિલ ફિરોઝિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની તસવીરો શેર કરી હતી. તેમણે વધુમાં લખ્યું કે આજે મારી નાની દીકરી આહના, મોટી દીકરી પ્રિયાંશી અને પરિવાર સાતે મેં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ અમારા માટે ગર્વની ક્ષણ છે.

Leave feedback about this

  • Rating