ટોપ ન્યૂઝ રાજનીતિ

PM મોદી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા, ગુજરાતીમાં જનતાને સંબોધીને કહી આ મોટી વાત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદીએ હેલિપેડથી ગાડી દ્રારા સફર કરી હિંમતનગરનાં સાબરડેરી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સબાર ડેરી ખાતે વડાપ્રધાન મોદીએ 305 કરોડમાં નિર્માણ પામેલા પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, જે દરરોજ 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરવા સક્ષમ છે. આની સાથે જ તેમણે 125 કરોડનાં ખર્ચથી બનેલા પેકેજીંગ પ્લાન્ટ તથા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાનાં ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ ચીઝ પ્લાન્ટ પાંચ એકરમાં નિર્માણ પામ્યો છે જેમાં 600 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

PM મોદીએ ગુજરાતીમાં જનતાનું સંબોધન કર્યું

વડાપ્રધાન મોદી ગુજરાત પહોંચતાની સાથે જ રાજ્યના રંગમાં રંગાઈ ગયા હતા. તેમણે સાબર ડેરી ખાતે આયોજિત ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમમાં જનતાને ગુજરાતી ભાષામાં સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે પણ સાબર ડેરીની ચર્ચા થાય છે ત્યારે ભૂરાભાઈની વાતનો ઉલ્લેખ ન થાય તો અધૂરૂં લાગે છે. ભૂરાભાઈ પટેલે દશકાઓ પહેલાં જેવી રીતે પોતાના પ્રયાસો શરૂ કર્યા હતા એના કારણે અત્યારે હજારો ગ્રામજનોના જીવન બદલાઈ ગયા છે. આમ તો અહીં સાબરકાંઠા આવીએ તો કઈ નવું ન લાગે પરંતુ આમ જોવા જઈએ તો દરરોજ કઈક નવો અનુભવ થાય છે. હું આખું સાબરકાંઠા ફર્યો છું, અહીંયા એકપણ એવો ભાગ નથી જેની મેં મુલાકાત નહીં લીધી હોય. ઈડર વડાલી અને ખેડના અવાજ મારા કાનમાં હરહંમેશ ગુંજે છે.

વડાપ્રધાને મહિલાઓની ભાગીદારીની પ્રશંસા કરી
PM મોદીએ જણાવ્યું કે ડેરી ઉદ્યોગ ખાતે મહિલાઓ જેવી રીતે આગળ વધી રહી છે અને તેમની ભાગીદારી નોંધાવી રહી છે એ પ્રશંસનીય છે. અત્યારે જો આ ક્ષેત્રમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થયો હોય તો મહિલાઓનો અહીં મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. એટલું જ નહીં જો પશુઓ બીમાર પડે તો મહિલાઓ જાતે જ આયુર્વેદિક પદ્ધતિથી તેમની સારવાર કરે છે. વળી કેટલીક જગ્યાએ તો પશુપાલનમાં પુરૂષો કરતા મહિલાઓનું યોગદાન વધારો નોંધાયું છે.

Leave feedback about this

  • Rating