આપણુ ગુજરાત

લઠ્ઠાકાંડ વચ્ચે રાજકોટમાં દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ, હજારો લીટરનો જથ્થો ઝડપાયો

બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યારે ઝેરી દારૂથી ગામના ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે, આવી સ્થિતિમાં દારૂ માફિયાઓનો વધુ એક અડ્ડો સામે આવ્યો છે. બોટાદ પછી હવે રાજકોટના કુબાલિયા વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અત્યારે પોલીસના નાક નીચે ખુલ્લેઆમ રાજકોટમા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે.

દેશી દારૂનાં વેચાણનું પોલીસે સ્વીકાર્યું!
એકબાજુ રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીના વીડિયો સામે આવ્યા તો બીજી બાજુ પોલીસની કાર્યવાહી સામે પણ લોકોને હવે સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે DCP ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ દારૂનું વેચાણ કરતા શખસો સામે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે કુબેલિયા વિસ્તારમાં અત્યારસુધી 2 દેશી દારૂના કેસ દાખલ કરવામાં આવ્યા છે. વળી આ એક સ્લમ એરિયા હોવાના કારણે હવે અહીંથી દારૂની બનાવટ અને વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવવી મુશ્કેલ સાબિત થઈ રહી છે. વળી અહીં ગેરકાયદેસર બાંધકામો પણ ઘણા છે આને દૂર કરવા માટે અમે મનપાને રિપોર્ટ કરીશું.

ઉલ્લેખનીય છે કે હવે પોલીસે જ સ્વીકારી લીધું છે કે અહીં દારૂની બનાવટ અને વેચાણ થઈ રહ્યું છે. તેવામાં સવાલ એ સામે આવે છે કે રાજકોટમાં સતત પોલીસ સક્રિય છે અને દારૂ માફિયા સામે બાજ નજર રાખી રહી છે તો પછી કેમ હજુ સુધી આ બધી ભઠ્ઠીઓ સક્રિય છે.

Leave feedback about this

  • Rating