બિઝનેસ

ચેક, ગેસ કિંમત, બેન્કિંગ… 1લી ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણો તમને કેવી રીતે અસર કરશે?

આગામી ઓગસ્ટ મહિનાથી પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવાના છે. દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. 1લી ઓગસ્ટથી બેંક ઓફ બરોડાના ચેક સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત થવાની છે. સાથે જ ઓગસ્ટમાં ઘણા તહેવારો આવી રહ્યા છે એવામાં બેંકો પણ ઘણા દિવસો બંધ રહેશે.

બેંક ઓફ બરોડામાં ચેક પેમેન્ટના નિયમમાં ફેરફાર
1લી ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેકથી પેમેન્ટ કરવાનો નિયમ બદલાઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સનું પાલન કરતા બેંક ઓફ બરોડાના ચેક પેમેન્ટના નિયમોમાં ફેરફાર થયો છે. બેંક ઓપ બરોડાએ પોતાના કસ્ટમર્સને જાણ કરી છે કે 1લી ઓગસ્ટથી પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમના ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી દેવાઈ છે. જે અંતર્ગત ચેક આપનારે ચેક સાથે જોડાયેલી જાણકારી બેંકને SMS, નેટ બેંકિંગ અથવા પછી મોબાઈલ એપથી આપવી પડશે. આ બાદ જ ચેક ક્લિયર થઈ શકશે. જો કોઈ ચેક આપે છે તો તેનો એકાઉન્ટ નંબર, પેમેન્ટની રકમ અને પેમેન્ટ મેળવનારનું નામ સહિત ઘણી માહિતી બેંકને આપવી પડશે.

રાંધણ ગેસની કિંમત
દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમતો નક્કી થાય છે. 1લી ઓગસ્ટે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરના રેટ નક્કી કરશે. એવામાં આ વખતે પાછલી વખતની જેમ બની શકે રાંધણ ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે.

પોઝિટિવ પે સિસ્ટમ
રિઝર્વ બેંકે બેન્કિંગ ફ્રોડને રોકવા માટે વર્ષ 2020માં ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરી હતી. આ સિસ્ટમ દ્વારા ચેકથી પેમેન્ટમાં રૂ.50,000થી વધુ પેમેન્ટ પર કેટલીક મહત્વપૂર્ણ જાણકારીની જરૂર પડે છે. આ સિસ્ટમ મુજબ, SMS, બેંકની મોબાઈલ એપ અથવા પછી એટીએમ દ્વારા ચેક આપનાર વ્યક્તિએ ચેક સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ બેંકોને આપવી પડે છે. પછી આ જાણકારીને ચેક પેમેન્ટ સમયની ડિટેલ્સ સાથે વેરિફાઈ કરવામાં આવે છે. જો તમામ માહિતી સાચી હોય તો જ ચેકની ચુકવણી થાય છે.

Leave feedback about this

  • Rating