ટોપ ન્યૂઝ

સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ દીકરાનું ટેટૂ કરાવ્યું, અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને હવે 2 મહિના થઈ ગયા છે, પરંતુ હવે ફેન્સ પોતાના પ્રિય સિંગર મૂસેવાલાને અલગ-અલગ રીતે યાદ કરી રહ્યા છે. તેવામાં સિદ્ધૂ મૂસેવાલાના પિતા બાલકોર સિંહે પણ દીકરાને અનોખી રીતે શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે હાથ પર સિદ્ધૂનું ટેટૂ દોરાવીને હંમેશા માટે દીકરાની નિશાની સાચવી રાખી છે.

આનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પિતા બાલકૌર સિંહ પોતાના હાથમાં પુત્ર સિદ્ધુ મુસેવાલાનું ટેટૂ કરાવી રહ્યા છે. અગાઉ, સિદ્ધુના ઘણા ચાહકોએ ગાયકની યાદમાં ટેટૂ કરાવ્યું છે. માણસાના મુસા ગામમાં થોડા દિવસો પહેલા સિદ્ધૂ મુસેવાલાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં સિંગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ગાયકના પિતા બાલકૌર સિદ્ધૂ અને માતાએ તેમના ગામમાં સિંગરની મૂર્તિ સ્થાપિત કરી છે.

ત્રણ શાર્પ શૂટરોની ધરપકડ, બે માર્યા ગયા
સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ દ્વારા ફેસબુક પોસ્ટ દ્વારા લેવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ આ દિવસોમાં પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. તેણે તિહાર જેલમાંથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કેનેડામાં બેસીને ગોલ્ડી બ્રારના ઈશારે છ શાર્પ શૂટરોએ આ ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે પ્રિયવર્ત, અંકિત અને કશિશની ધરપકડ કરી છે. બીજી તરફ અમૃતસરમાં શાર્પ શૂટર્સ જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ મનુને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. પોલીસ હવે છઠ્ઠા શાર્પ શૂટર દીપકને શોધી રહી છે.

Leave feedback about this

  • Rating