ટોપ ન્યૂઝ બિઝનેસ

Spicejet વિરૂદ્ધ DGCAનાં કડક પગલાં, 8 સપ્તાહ સુધી 50% ફ્લાઈટ્સ પર રોક લગાવી

સ્પાઈસજેટ વિમાનોમાં છેલ્લા ઘણા સમયથી સર્જાઈ રહેલી ટેકનિકલ ખામીઓના કારણે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ચુસ્ત પગલાં ભર્યા છે. એણે આગામી 8 સપ્તાહ સુધી સ્પાઈસજેટની 50% ફ્લાઈટ્સની ઉડાનો પર રોક લગાવી દીધી છે. આ સમયગાળા દરમિયાન એરલાઈન પર DGCA બાજ નજર રાખશે. વળી જો ભવિષ્યમાં એરલાઈન 50 ટકાથી વધુ ફ્લાઈટ્સનો ઉપયોગ કરવા માટે ઈચ્છશે તો એણે વધારે ભાર ઉઠાવવાની ક્ષમતા, યોગ્ય સંસાધન અને સ્ટાફ હોવાના પુરાવા આપવા પડશે.

DGCAએ કડક વલણ અપનાવ્યું
મીડિયા રિપોર્ટ્સના આધારે DGCAએ સ્પાઈસજેટને એક નોટિસ જાહેર કરી હતી. જેમાં એરલાઈનનાં વિમાનોમાં સતત ખામી સર્જાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં જ સરકારે પણ રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું કે DGCAએ સ્પાઈસજેટના વિમાનોનું સ્પોટ ચેકિંગ કર્યું હતું. એમાં કોઈ મોટી ખામી સામે આવી નહોતી. પરંતુ રિપોર્ટમાં DGCAએ એટલું અવશ્ય કહ્યું હતું કે વર્તમાન એરલાઈન પોતાના 10 એરક્રાફ્ટ માત્ર ત્યારેજ ઉપયોગ કરી શકશે જ્યારે દરેકની ટેકનિકલ ખામી દૂર થઈ જાય.

3 સપ્તાહમાં 8 વાર ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ
હવે અહીં એ જાણવું જરૂરી છે કે છેલ્લા 18 દિવસોમાં 8 વાર સ્પાઈસજેટના વિમાનોમાં ટેકનિકલ ખામી જોવા મળી ગઈ હતી. આના કારણે DGCAએ એરલાઈનને નોટિસ ફટકારી દીધી હતી. જેમાં જાણવા મળ્યું કે મોટાભાગની દુર્ઘટનાઓ સિસ્ટમ ફેલ થતા સર્જાઈ છે. જેથી ફ્લાઈટના સુરક્ષા માર્જિનમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

Leave feedback about this

  • Rating