આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

ભાજપના દિગ્ગજ નેતાએ મહિલા કાર્યકરનો સેક્સ સ્લેવની જેમ ઉપયોગ કર્યો? ચોંકાવનારા આક્ષેપ

નડિયાદ : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જૂન ચૌહાણ મહિલાના શારીરિક સોષણ મુદ્દે ચર્ચામાં આવ્યા છે. ખેડા જિલ્લાના એસ.પી કચેરી પર ફરિયાદ કરવા માટે મહેમદાબાદના ભાજપના કાર્યકરે મંત્રી પર આક્ષેપ કર્યા કે, અર્જૂનસિંહે હોદ્દા અને સત્તાનો દુરૂપયોગ કરીને વારંવાર મારી પત્ની પર મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

જો કે આ મુદ્દે અર્જૂનસિંહનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફોનમાં વાત કરી નહોતી. બીજી તરફ સરપંચે જણાવ્યું કે, મંત્રીનો એટલો ત્રાસ છે કે, મારી પત્ની મંત્રીના ડરના કારણે ઘર છોડીને જતા રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે, જ્યારે અર્જૂન સિંહ માત્ર ધારાસભ્ય હતા ત્યારે વારંવાર તેમણે મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, માત્ર તેમણે જ નહી પરંતું તેમણે મારી પત્નીને અન્ય લોકો પાસે પણ મોકલી હતી. તેણે પોતાના પરિવાર પર જોખમ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

2015 માં પરિચયમાં આવેલા અર્જૂનસિંહ ચૌહાણે 2016 થી 2021 સુધી અરજદારની પત્ની સાથે અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. મહિલાને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. પોતે તથા અન્ય લોકો પાસે પણ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ ઉપરાંત કોરોના કાળમાં અર્જૂનસિંહે મહિલાને પોતાની એક જગ્યા પર ડોઢ મહિના સુધી ગોંધી રાખી હતી. આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદના તેણે પ્રયાસ કર્યા હતા પરંતુ ફરિયાદ નોંધાઇ નહોતી.

કેબિનેટ મંત્રીના પાવરથી ગભરાઇ ગયેલી પત્નીએ પોલીસ ફરિયાદ કરવાના બદલે ઘર છોડીને જતું રહેવાનું પસંદ કર્યું હતું. 2 મહિના અગાઉ તે ઘર છોડીને પુના બાજુના કોઇ ગામમાં જતા રહ્યા હતા. અર્જૂન સિંહે મહિલાનો સેક્સ સ્લેવ તરીકે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે કહ્યું કે, મારી પત્નીનું ન માત્ર અર્જૂનસિંહે શારીરિક શોષણ કર્યું પરંતુ અન્ય અનેક વગદાર લોકો પાસે પણ મોકલતા હતા. ત્યાં પણ મારી પત્ની સાથે શારીરિક શોષણ થતું હતું. 2016 થી 2021 સુધી ચાલ્યું હતું. 2016 થી 2021 સુધી આ ઘટનાક્રમ ચાલ્યો હતો.

Leave feedback about this

  • Rating