ટોપ ન્યૂઝ બિઝનેસ

ZOMATO કંપનીના કર્મચારીને 1-1 રૂપિયામાં 4.66 કરોડ શેરનું વિતરણ કરશે

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ZOMATOના શેર (SHARE)માં જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ત્સુનામી આવી એનાથી લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હવે સોમવાર અને મંગળવારની જ વાત કરી લો, ZOMATOના શેરમાં 21 ટકાનો કડાકો આવ્યો છે. તેવામાં બોર્ડે તાત્કાલિક એવો નિર્ણય લીધો કે સ્ટોક્સમાં જે ઘટાડો નોંધાયો હતો એના પર બ્રેક વાગી ગઈ છે.

4.66 કરોડ શેરનું વિતરણ કરશે
શેરમાં જે પ્રમાણે કડાકો થયો છે એના પર રોક લગાડવા માટે કંપનીએ એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP) પસંદ કર્યો છે. આના અંતર્ગત ZOMATOની નોમિનેશન એન્ડ રેમ્યુનેશન કમિટિએ 4,65,51,600 (4.66 કરોડ) ઈક્વિટી શેરને સ્ટોક ઓપ્શન અંતર્ગત કર્મચારીઓને આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. કંપની હવે પોતાના કર્મચારીઓને 1-1 રૂપિયામાં 4.66 કરોડ શેર વિતરણ કરશે. કંપની અત્યારે ખોટમાં જતી હોવા છતાં પોતાના ટોપ એક્ઝીક્યૂટિવ્સને ESOP વિતરણ કરી રહી છે.

શેરની કિંમત 193 કરોડની છે
ZOMATOએ મંગળવારે સ્ટોક માર્કેટ્સમાં આપેલી જાણકારીમાં કહ્યું કે બોર્ડે પોતાના આ નિર્ણયને અનુમતિ આપી દીધી છે. કર્મચારીઓમાં જે શેરનું વિતરણ કરાશે એની અત્યારે કિંમત જોવા જઈએ તો એ 193 કરોડ રૂપિયા થાય છે. ESOP પ્લાનને અનુમતિ આપ્યા પછી આની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી હતી. ZOMATOના શેરમા 5 ટકાનો વધારો નોંધાયો છે અને તે અત્યારે 43.85 રૂપિયા પર પહોંચી ગયા છે.

Leave feedback about this

  • Rating