ટોપ ન્યૂઝ

ભાવનગર: લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 15 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

બોટાદ જિલ્લાના બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 42 જેટલા લોકોના મોત થઈ ગયા, જ્યારે 100થી વધુ લોકોને અમદાવાદ, ભાવનગર તથા બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતા. આ વચ્ચે આજે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાંથી લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 15 જેટલા દર્દીઓને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર હોસ્પિટલમાં 19 જેટલા લોકોનો ભોગ લેવાયો
બોટાદના બરવાળા ઝેરી દારૂ પીવાથી તબિયત લથડતા ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે આશેર 100 જેટલા દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં 19 દર્દીઓના મોત થયા હતા. ઉપરાંત 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા. ત્યારે આજે સારવાર હેઠળ રહેલા 15 જેટલા દર્દીઓને સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લઠ્ઠાકાંડ મામલે કડક કાર્યવાહી કરી છે. જેમાં બોટાદના એસપી કરણરાજ વાઘેલા તથા અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્ર સિંહ યાદવની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ ડીવાયએસપી એસ.કે ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળા તથા રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા.

Leave feedback about this

  • Rating