ટોપ ન્યૂઝ બિઝનેસ

5G ડીલમાં ચીની કંપનીઓનો સફાયો, NOKIA – SAMSUNGએ બાજી મારી

જિયો અને એરટેલે 5G ઈક્વિપમેન્ટ પાર્ટનર ફાઈનલ કરી લીધા છે. આ રેસથી HUAWEI અને ZTE જેવી ચીની કંપનીઓ બહાર થઈ ગઈ છે, જ્યારે NOKIA (ફિનલેન્ડની કંપની)- SAMSUNG (કોરિયાની કંપની)અને ERICSSON(સ્વીડનની કંપની)ને વધારે કોન્ટ્રાકટ્સ મળ્યા છે.

નેક્સ્ટ જનરેશનના નેટવર્ક રોલઆઉટમાં ચીની કંપનીને કંઈ મળ્યું નથી. વળી વોડાફોન આઈડિયા 5G ઈક્વિપમેન્ટ પાર્ટનરશિપ માટે યૂરોપીયન વેન્ડર્સ સાથે વાતચીતમાં લાગી ગયા છે. અહેવાલો પ્રમાણે જોવા જઈએ તો વોડાફોન આઈડિયાએ શરૂઆતમાં એવા સર્કલ માટે ઓર્ડર આપ્યા હતા, જ્યાં તેનું રેવન્યુ માર્કેટ શેર 15%થી વધુ છે.

જિયો અને એરટેલની ડીલ ફાઈનલ
યૂરોપીયન વેન્ડર્સ પહેલીવાર મોબાઈલ ટેલિફોનિક ઈક્વિપમેન્ટના સપ્લાય મુકેશ અંબાણીના JIO સાથે કરશે. અગાઉ JIOએ 4G નેટવર્ક માટે સેમસંગ સાથે મળીને કામ કર્યું હતું. વળી સેમસંગ આ વખતે એરટેલને મોબાઈલ નેટવર્ક ગીયરનો સપ્લાય કરશે. શરૂઆતના ફેઝમાં એરટેલ 15 હજારથી 20 હજાર 5G સાઈટ્સ પર કામ શરૂ કરશે, જેનાથી મોટા શહેરોને કવર કરી શકાય. વળી જીયોનો ઓર્ડર આનાથી પણ મોટો હશે, જેનાથી વધુમાં વધુ વિસ્તારને મોટા શહેરોમાં કવર કરી શકાય.

Leave feedback about this

  • Rating