આપણુ ગુજરાત ટોપ ન્યૂઝ

આ લઠ્ઠાકાંડ નથી પરંતુ હત્યાકાંડ છે, સરકાર ઉદાહરણીય કાર્યવાહી કરે

અમદાવાદ : બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 38 જેટલા લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાને લઈને વિપક્ષે પાર્ટીઓ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. આ સમગ્ર બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચુપકીદી સેવી છે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઠાકોર સમગ્ર ઘટનાક્રમને લઈને રોષે ભરાયા છે.

અલ્પેશ ઠાકોરે સમગ્ર ઘટનાક્રમને લઈને નિવેદન આપ્યું છે કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામે તમામ આરોપીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે રાજ્ય સરકાર ત્વરિતપણે પગલાં લેવા જોઇએ. ઉદાહરણીય કાર્યવાહી કરતા તમામ લોકોને ફાંસીની સજા આપવામાં આવે અને આ માટે ફાસ્ટ કોર્ટની રચના કરી જલ્દીથી જલ્દી મૃતકોના પરિજનોને ન્યાય આપવામાં આવે એવી માગણી અલ્પેશ ઠાકોરે કરી છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે તે તમામ ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવે અને દેશી ભઠ્ઠીઓ ચલાવનાર લોકોને સામે પણ પોલીસ વિભાગ જલ્દીથી કાર્યવાહી કરે તે જરૂરી છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે સમગ્ર ઘટનાક્રમને લઈને રાજ્ય સરકાર સામે માગણી કરીશું કે આ ઘટનામાં કોઈપણને છોડવામાં ન આવે.

અલ્પેશ ઠાકોરે સમગ્ર લઠ્ઠાકાંડને લઈને આક્રોશ વ્યક્ત કરતા આરોપીઓને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. અલ્પેશે કહ્યું કે આવા લોકોને સમાજની કોઈપણ પ્રકારની ચિંતા નથી હોતી. આ પ્રકારનું કૃત્ય કરનાર કોઈપણ વ્યક્તિ હોય તે વ્યક્તિને છોડવામાં ન આવે. હત્યાકાંડ છે. આ કોઇ લઠ્ઠાકાંડ નથી. આની વિરુદ્ધ

એક સમય હતો જ્યારે અલ્પેશ ઠાકોર દારૂબંધી મામલે સરકાર સામે મોરચો માંડીને બેઠા હતા. અલ્પેશ ઠાકોરે તેઓના સાથે રાખીને ઘણી બધી વખત દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પણ કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર હવે જનતા રેડ તો નથી કરતા પરંતુ ફરી એક વખત જ્યારે દારૂ સાથે સંકળાયેલો મુદ્દો સામે આવ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરે પોતાનું મોન તોડ્યું છે. સમગ્ર બાબતને જલ્દીથી કાર્યવાહી કરીને તમામ ઋતુકોના પરિજનોને ન્યાય અપાવવા માટે સરકારને અપીલ કરી છે.

Leave feedback about this

  • Rating