ટોપ ન્યૂઝ લેટેસ્ટ સ્ટોરીઝ

દેશમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું, ગુજરાતમાં 5 મહિના બાદ 1000થી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,409 કેસ નોંધાયા છે. જ્યારે 46 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની વાત કરવામાં આવે તો તે વધીને 43,979,730 થઈ ગઈ છે.

દેશમાં સક્રિય કેસની વાત કરવામાં તો તેમની સંખ્યા 143,988 છે. દેશમાં કુલ સંક્રમણના 0.33% એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 22697 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 43,309,484 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કુલ સંક્ર્મણના 98.48% લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 5,26,258 લોકોના મોત થયા છે એટલે કે કુલ સંક્ર્મણના 1.20% લોકોના મોત થયા છે.

દેશમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમા ચાલી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 38,63,960 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વેક્સિનના કુલ 2,03,60,46,307 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં પોઝીટીવીટી રેટ 5.12%એ પહોંચ્યો છે.

દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર,  કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાનું વધતું સંક્ર્મણ ચિંતાનો વિષય બની રહ્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2203 કેસ નોંધાયા છે જયારે કેરળમાં 1837, તામિલનાડુમાં 1712, પશ્ચિમ બંગાળમાં જયારે ગુજરાતમાં 1101 લોકો કોરોનથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં 5 મહિના બાદ 1000થી વધુ કેસ નોંધાયા છે.

Leave feedback about this

  • Rating