આપણુ ગુજરાત

‘સફાળી’ સતર્ક બનેલી પોલીસે 2304 કેસ કર્યા, 1432 ની ધરપકડ કરી, 62.84 લાખનો દારૂ ઝડપ્યો

અમદાવાદ : ગુજરાતમાં કથિત દારૂબંધી વચ્ચે થયેલા લઠ્ઠાકાંડને કારણે સરકાર અને પોલીસ તંત્રની આબરૂના લીરેલીરે ઉડી ગયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ફેફસા ફેલાવતા ગૃહમંત્રી લઠ્ઠાકાંડ સર્જાના દિવસો સુધી ગુમ રહ્યા હતા. પીડિતોની તો આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી મુલાકાત લીધી નથી. 40 થી વધારે લોકોનાં મોત અને 100 થી વધારે લોકોની સારવાર વચ્ચે પણ ભાજપનાં એક પણ નેતાએ પીડિત વિસ્તાર કે પીડિત પરિવારની મુલાકાત લેવાની તસ્દી લીધી નથી.

જો કે ભોંઠી પડેલી પોલીસ દ્વારા હપ્તા લઇને આંખે બાંધી દેવાયેલા પાટા આખરે છોડી નાખ્યા હતા. જેના અનુસંધાને તાબડતોબ પહેલાથી ખબર હતી તે તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તમામ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે કાચોમાલ સામાન હતો સડેલો ગોળ સહિતની વસ્તુઓનો નાશ કરવાામાં આવ્યો હતો.

પોલીસે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કામગીરી કરતા 1432 બુટલેગરોને ઝડપી લીધા હતા. 2304 ફરિયાદ દાખલ કરી હતી. આ ઉપરાંત 62.84 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો અથવા નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ વિદેશી દારૂના 101 કેસ દાખલ કરવામાં આવ્યા અને 89 શકમંદોની ધરપકડ કરવામાં આવી અને 53.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો અથવા તો નાશ કર્યો હતો.

https://twitter.com/GujaratPolice/status/1552285282891956224

આ ઉપરાંત પોલીસે જેના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો તે દેશી દારૂના ધંધા પર પણ સ્ટ્રાઇક કરી હતી. કુલ 2203 કેસ દાખલ કર્યા હતા. આ ઉપરાંત 1343 શકમંદોને ઝડપી લીધા હતા. આ ઉપરાત 9.70 લાખ રૂપિયાના દારૂ તથા સંલગ્ન વસ્તુઓનો નાશ કર્યો અથવા તો જપ્ત કરી હતી.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55થી વધુ લોકોનાં મોતનું કારણ બનેલા લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં દારૂ વેચનારા પર તુટી પડી છે તેવું કહીએ તો નવાઇ નહી. સોમવારથી બુધવાર સુધીના ત્રણ દિવસમાં રાજ્યના લગભગ તમામ જિલ્લામાં 2771 જેટલા સ્થળે દરોડા પાડી 33475 લિટર જેટલો દેશી – વિદેશી દારૂ જપ્ત કર્યો છે. અમુક ઠેકાણે અન્ય એજન્સી કે પોતાના હાથ નીચેના સ્ટાફ પર નિર્ભર રહેવાને બદલે જિલ્લા પોલીસ વડા ખુદ મેદાનમાં આવીને દરોડા પાડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ડીએસપીએ જાતે દારૂની પાર્ટી પર રેડ કરીને પોતાના જ સ્ટાફમાં રહેલા 3 કોન્સ્ટેબલ અને 1 PSI સહિત કુલ 19 લોકોને ઝડપી લીધા હતા. હાલ તો પોલીસ દારૂ વેચતા લોકો પર કાળ બનીને તુટી પડી છે. અનેક સ્થળે હજી પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત દારૂ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ પણ રીતે સંકળાયેલા લોકોને રાઉન્ડ અપ કરી રહી છે.

Leave feedback about this

  • Rating