ટોપ ન્યૂઝ

8 વર્ષમાં સરકારે 5 હજાર કરોડથી વધુની આવક પરીક્ષા ફોર્મમાંથી કરી

એક તરફ દેશમાં બેરોજગારી ખુબ જ મોટો મુદ્દો બની રહ્યો છે તો બીજી તરફ આ આંકડા બહાર આવ્યા છે જેનાથી આપ સૌ ની આંખો પહોળી થઇ જશે. નોકરી આપવી તો દૂર ની વાત છે પરંતુ નોકરી માટેના ફોર્મની ફી થી પણ કામાણી સરકારે કરી લીધી છે.

વર્ષમાં 2014માં 2,32,22,083 અરજી કરવામાં આવી હતી તેમાંથી 1,30,1423ને નોકરી મળી હતી. વર્ષ 2014-15માં નોકરી સામે અરજીનું પ્રમાણ 178 ગણું હતું. જયારે વર્ષ 2015-16માં 2,95,51,844 અરજી નોકરી માટે કરવામાં આવી હતી. જેમાં 1,11,807 લોકોને નોકરી મળી હતી. નોકરી સામે અરજીનું પ્રમાણ 264 ગણું વધુ હતું. વર્ષ 2016-17માં 2,28,99,612 અરજી નોકરી માટે કરવાં આવી હતી. જેમાંથી 1,01,333 લોકોને નોકરી મળી હતી. નોકરી સામે 226 ગણી અરજી કરવામાં આવી હતી. વર્ષ 2017-18 મા 3,96,76,878 અરજી કરવામાં આવી હતી. જેમાંથી ફક્ત 76,147 લોકોને નોકરી મળી હતી. નોકરી સામે અરજીનું પ્રમાણ 521 ગણું હતું.

વર્ષ 2018-19માં 5,09,36,479 અરજી નોકરી માટે કરવામાં આવી હતી. જેમાં ફક્ત 38,100 લોકોને નોકરી મળી હતી. નોકરી સામે અરજીનું પ્રમાણ 1336 ગણું હતું. વર્ષ 2019-20માં 1,78,39,752 અરજી નિકરી માત્રે કરવામાં આવી હતી. આ વર્ષમાં 1,47,096 લોકોને નોકરી મળી હતી. નોકરી કરતા 121 ગણા વધુ ફોર્મ ભરાયા હતા. વર્ષ 2020-21માં 1,80,01,469 અરજી નોકરી માટે કરવામાં આવી હતી જેમાં 78,555 લોકોને નોકરી મળી હતી. નોકરી સામે અરજી નું પ્રમાણ 229 ગણું હતું. વર્ષ 2021-22માં 1,86,71,121 અરજી કરવામાં આવી હતી જમાથી 38,850 લોકોને નોકરી મળી હતી. આ વર્ષમાં નોકરી સામે અરજીણું પ્રમાણ 480 ગણું હતું. આમ છેલ્લા 8 વર્ષમાં 22,05,99,238 કુલ અરજી કરવામાં આવી હતી જેમની સામે 7,22,311 લોકોને નોકરી મળી હતી. નોકરી સામે અરજીનું પ્રમાણ 305 ગણું છે.

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ માટે ૨૨.૦૫ કરોડ અરજી કરતા પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે ૫ હજાર કરોડથી વધુની રકમ વસુલવામાં આવી સામે માત્ર ૭,૨૨,૩૧૧ ને જ નોકરી ઉપલબ્ધ થઈ ત્યારે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીની જાહેર સભામાં અને ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં પણ દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન – નોકરીનું વચન મુજબ આઠ વર્ષમાં ૧૬ કરોડ રોજગાર મળવા જોઈએ જેનાથી ઉલટુ આઠ કરોડ થી વધુ લોકોના રોજગાર-નોકરીઓ છીનવાઈ ગઈ હોવાનું ભારત સરકારની વિવિધ સંસ્થા સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સના આંકડા જણાવી રહ્યાં છે.

Leave feedback about this

  • Rating