આપણુ ગુજરાત

લઠ્ઠાકાંડના પડઘા: ગૃહ વિભાગ આવ્યું એક્શન મોડમાં, સસપેન્ડ અને બદલીના થયા ઓર્ડર

ગુજરાતમાં લઠ્ઠા કાંડના પડઘા દિલ્હી સુધી પડ્યા છે અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં દેખાવ કર્યો હતો. લઠ્ઠા કાંડના કારણે આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામુ માંગી લેવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પણ દેખાવ શરુ કર્યો છે. આ બધી ઘટના વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લઠ્ઠા કાંડ મુદ્દે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી કરી છે. જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલા તથા અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્ર સિંહ યાદવની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ ડીવાયએસપી એસ કે ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળા તથા રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા

ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 10 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને આ લટ્ઠા કાંડમાં 40 જેટલા લોકોના મૃત્યુ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી. કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

મહિલા ASIની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ કાર્યવાહી

દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મામલે મહિલા ASI યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. આ ઘટનાને લઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે ASI યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.

Leave feedback about this

  • Rating