બિઝનેસ

બેંકોમાં 48 હજાર કરોડ રૂપિયાનું કોઈ દાવેદાર જ નથી!, UNCLAIMED MONEY વધતા RBIએ તપાસ શરૂ કરી

દેશની અલગ-અલગ બેંકો પાસે અત્યારે 48 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ નિષ્ક્રિય જમા પડી રહી છે. આ રૂપિયાનો કોઈ દાવેદાર પણ નથી, તેવામાં દેશના 8 રાજ્યોમાં સૌથી વધુ Unclaimed money જમા કરાઈ છે. હવે ભારતીય રિઝર્વ બેંકે આ કેસમાં અભિયાન શરૂ કરી દીધું છે અને ખાતાધારકોની તાપસને પણ વેગ આપ્યું છે.

દર વર્ષે જમા રકમમાં વધારો નોંધાયો
PTIના જણાવ્યા પ્રમાણે વિવિધ બેંકોમાં જમા કરાયેલી રકમ દર વર્ષે વધતી જઈ રહી છે. ગત નાણાકિય વર્ષે આ આંકડો 39,264 કરોડ રૂપિયા હતો, જે FY22માં વધીને 48,262 કરોડને પાર પહોંચી ગયો છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના અભિયાન હેઠળ સૌથી વધુ ફોકસ એ આઠ રાજ્યો પર રાખશે જ્યાંની બેંકમાં સૌથી વધુ રૂપિયા જમા છે.

RBIની રડાર પર 8 રાજ્યો
કેન્દ્રીય બેંકની વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, આ પ્રમાણેના UNCLAIMED MONEYમાં સૌથી વધારે તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં સ્થિત બેંકોમાં છે. રિઝર્વ બેંકે નિયમો અંતર્ગત જાહેરાત કરી છે કે જે બેન્ક એકાઉન્ટના છેલ્લા 10 વર્ષથી કોઈ દાવેદાર સામે નથી આવ્યા તેમની યાદી બનાવવામાં આવે. જેમાં ખાતાધારકોનાં નામ અને સરનામા પણ સામેલ કરવા જોઈએ. આની પાછળ કેન્દ્રીય બેંકે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય સમગ્ર દેશની બેંકોમાં જમા UNCLAIMED MONEYના વારસાઓ અથવા દાવેદારોની ઓળખ થઈ મદદ કરી શકાય.

Leave feedback about this

  • Rating