આપણુ ગુજરાત રાજનીતિ

ચૂંટણી પહેલાં કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ વધ્યાં, ઓગસ્ટમાં ચાર વાર રાજ્યની મુલાકાત લેશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ પણ એક્શનમાં આવી ગયા છે. તેમનો હવે ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. અગાઉ 26 જુલાઈએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી તેઓ રાજકોટ ખાતે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેવામાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહમાં ચાર વાર ગુજરાત આવશે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તેઓ 1, 6, 7, 10 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસ પર આવશે.

કેજરીવાલે વેપારીઓને આ વાયદા કર્યા…

  • ચૂંટણી પહેલા કેજરીવાલે જણાવ્યું હતું કે જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો સૌથી પહેલાં ભયજનક વાતાવરણ જે બન્યું છે એનો અમે નાશ કરી દઈશું.
  • ઉદ્યોગપતિ અને વેપારીઓ ભય વિના પોતાનું કામ કરી શકે એવી સ્થિતિ ઊભી કરીશું.
  • સરકારી ઓફિસોથી લઈ અન્ય કોઈપણ સ્થળે વેપારીઓનું માન-સન્માન જળવાઈ રહે એની કાળજી રાખીશું.
  • અત્યારની સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને નાબૂદ કરીશું.

GST અંગે કેજરીવાલની ટિપ્પણી

કેજરીવાલે વેપારીઓ સાથેના સંવાદમાં GSTનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે વાયદો આપ્યો હતો કે અમે 6 મહિનામાં GSTના રિફંડ આપી દઈશું અને જે પણ ગૂંચવણોને દૂર કરીશું. આ મુદ્દે અમે વેપારીઓને ભાગીદાર બનાવીને ખાસ ચર્ચાઓ કરીશું અને તેમને જે કંઈ સમસ્યા થાય છે એના નિવારણ કરવાનો પ્રયત્ન કરીશું.

PM મોદી ગુજરાત પ્રવાસે પહોંચ્યા 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદીએ હેલિપેડથી ગાડી દ્રારા સફર કરી હિંમતનગરનાં સાબરડેરી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સબાર ડેરી ખાતે વડાપ્રધાન મોદીએ 305 કરોડમાં નિર્માણ પામેલા પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, જે દરરોજ 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરવા સક્ષમ છે. આની સાથે જ તેમણે 125 કરોડનાં ખર્ચથી બનેલા પેકેજીંગ પ્લાન્ટ તથા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાનાં ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ ચીઝ પ્લાન્ટ પાંચ એકરમાં નિર્માણ પામ્યો છે જેમાં 600 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.

Leave feedback about this

  • Rating